50 લાખ ખર્ચીને મહિલાએ કરાવ્યુ બૉડીનુ ટ્રાન્સફોર્મેશન ને બની ગઇ હ્યૂમન બાર્બી, પરિવારને જાણ થતાં શું થયુ......
ધ સનના રિપોર્ટ અનુસાર, જેસી બનીએ હ્યૂમન બાર્બી બનવા માટે અનેકવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, ત્રણ વર્ષોમાં ત્રણ વાર સ્તન વૃદ્ધિ કરી છે. જેસી બનીએ પોતાના નાકને સીધુ કરાવ્યુ છે,
લંડનઃ સુંદર દેખાવવુ દરેક મહિલાની ઇચ્છા હોય છે, પર આ જ ઇચ્છાએ એક મહિલાને દુનિયાથી એકલી પાડી દીધી છે. આ કહાની છે જેસિકાની જે સોશ્યલ મીડિયા પર જેસી બની (Jessy Bunny)ના નામથી જાણીતી છે.
જેસી બની કહે છે કે, મે ખુદને એક 'હ્યૂમન બાર્બી'માં ફેરવવા માટે 55,000 પાઉન્ડ (લગભગ 50 લાખ રૂપિયા) ખર્ચ કર્યા, પરંતુ આ ફેરફારના કારણે મને મારા પરિવારની સાથે પોતાના સંબંધોની કિંમત ચૂકવવી પડી.
જેસી બનીએ કહ્યું કે, પરિવારને આ વાતની જાણ થતા પરિવારના સબ્યોએ તેને સાથે પોતાના તમામ સંબંધો તોડી નાંખ્યા છે. જેસી બનીએ જોર આપીને કહ્યું કે, તેને ખબર નથી પડતી કે તેના પરિવારે તેને કેમ છોડી દીધી, ઘરવાળા તેમનો ફોન પણ નથી ઉઠાવતા. તેમના મેસેજનો પણ જવાબ નથી આવતો. જેસી બની કહે છે કે આ બહુ જ દુઃખદ છે કેમ કે પરિવારની સાથે સંપર્કમાં રહેવુ પસંદ કરે છે, ખાસ કરીને પોતાના ભાઇ અને પોતાના દાદા-દાદીની સાથે
ધ સનના રિપોર્ટ અનુસાર, જેસી બનીએ હ્યૂમન બાર્બી બનવા માટે અનેકવાર પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, ત્રણ વર્ષોમાં ત્રણ વાર સ્તન વૃદ્ધિ કરી છે. જેસી બનીએ પોતાના નાકને સીધુ કરાવ્યુ છે, પોતાના નિતંબોના આકારને વધારવા અને પોતાના હોઠોને મોટા કરવા માટે ઓપરેશન કરાવ્યુ છે. તેને વધુમાં કહ્યું કે, તેને હવે અહીં રોકાવવાનો કોઇ ઇરાદો નથી, જેમ કે તેને કહ્યું હું ઘણીવાર સર્જરી થવાની કલ્પના કરી શકુ છું.
View this post on Instagram
ઓસ્ટ્રિયામાં સૌથી મોટા સિલિકૉન સ્તન હોવુ મારા માટે પર્પાપ્ત નથી, મને આખા દેશમાં પણ સૌથી વધુ ચમકદાર હોઠ જોઇએ છે. 21 વર્ષીય જેસી બનીએ કહ્યું કે, તે મોટી થઇ રહી હતી ત્યારે તેને કોઇ દિવસ પોતાના ત્વચામાં સહજ ન હતુ અનુભવ્યુ. મેં હંમેશા શાંત અને ગંભીર હોવાનુ નાટક કર્યુ પરંતુ હું ક્યારેય એવી ન હતી. મારા નાના કાળા વાળ હતા, કેટલાય છેદ અને ડ્રેડલૉક હતા, પરંતુ તે મારા સાચુ સ્વરૂપ ન હતુ, 17 વર્ષની ઉંમરમાં ઘર છોડી દીધુ હતુ.
આ પણ વાંચો.........
IPL 2022: આઈપીએલની ફાઈનલ મેચ અને પ્લેઓફ મેચ ક્યાં રમાશે તેને લઈ જય શાહે આપ્યુ મોટું અપડેટ
Aaj nu Panchang 4 May 2022: આજે વિનાયક ચતુર્થી, આ છે આજના નક્ષત્ર અને રાહુકાળ
LIC IPO: આતુરતાનો અંત, આજથી ખુલશે LICનો IPO, જાણો કઈ કેટેગરીમાં કેટલું ડિસ્કાઉન્ટ મળશે