શોધખોળ કરો
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં થશે જળબંબાકાર
Gujarat Rain: ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, સૌરાષ્ટ્ર-કચ્છમાં થશે જળબંબાકાર

પ્રતિકાત્મક તસવીર
1/7

ગાંધીનગર: ગુજરાતમાં ફરી વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 21 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં જળબંબાકાર થશે.
2/7

હવામાન વિભાગના મતે આજે, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસશે.
3/7

આવતીકાલે (મંગળવારે) અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડશે. 19 જુલાઈના અમદાવાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/7

20 જુલાઈના અમરેલી, ભાવનગર, રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, કચ્છ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસશે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
5/7

21 જુલાઈના કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસશે.
6/7

હવામાન વિભાગના અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદની આગાહીને લઈ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા)
Published at : 17 Jul 2023 06:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
