શોધખોળ કરો
Leopard Rescue: વેરાવળ રેલવે સ્ટેશન નજીક ધર્મશાળામાં ઘૂસ્યો દીપડો, લોકોમાં ફેલાયો ફફડાટ, જુઓ તસવીરો
Leopard Rescue: દીપડાને જોવા હજારો લોકો આવી પહોંચતા વેરાવળ પોલીસ દ્વારા સ્થળ પરથી લોકોને દૂર કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

દીપડો
1/11

શનિવારે બપોરે 3:30 થી 04:00 વાગ્યાની વચ્ચે વેરાવળ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનિવાસ ધર્મશાળામાં દીપડો ઘૂસી ગયાની જાણ ચોકીદાર દ્વારા વન વિભાગને કરવામાં આવી
2/11

વેરાવળ રેન્જની વન વિભાગની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી અને દીપડાના રેસ્ક્યૂમાં લાગી ગઈ હતી.
3/11

રેલવે સ્ટેશન ધબકતો વિસ્તાર હોવાથી દીપડાને જોવા હજારો લોકો કુતલહલવશ એકઠા થયા હતા.
4/11

દીપડા જેવું હિંસક પ્રાણી જો લોકો વચ્ચે જાય તો ભયા સ્થિતિ સર્જાવાની બીક હતી.
5/11

વેરાવળ સીટી પીઆઈ સુનિલ ઇસરાણી અને તેમનો સ્ટાફ સ્થિતિની ગંભીરતા ને સમજીને ધર્મશાળા બહારથી એકઠી થયેલ ભીડને દૂર કરવામાં લાગી ગયો.
6/11

વન વિભાગ દ્વારા સીમાર એનિમલ કેર સેન્ટર ખાતેથી દીપડાને trankulice એટલે કે બેભાન કરવા માટે નિષ્ણાતોની ટીમ બોલાવવામાં આવી.
7/11

દીપડાને ટ્રેંકુલાઈઝ કરવા માટે સ્થિતિ ખૂબ જ પડકારજનક હતી. દીપડો ધર્મશાળા ના બંધ મકાનમાં ઉપલા અને નીચલા માળે આવ-જા કરી રહ્યો હતો.
8/11

દીપડાને બેભાન કરવા ટ્રેંકયુલાઈઝર ગન દ્વારા નિશાન લગાવવું ખૂબ જ અઘરું બન્યું હતું. દીપડાને પહેલું નિશાન લગાવતા તેને ઇન્જેક્શન ની દવાની કોઈ અસર થઈ નહોતી
9/11

બીજી વખત ફરીથી ટ્રેંક્યુંલાઇસ કરતા દીપડો બેભાન થયો હતો. જે બાદ દીપડાને સીમાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો છે.
10/11

દીપડાની તપાસ કરીને જો તે સ્વસ્થ હશે તો નેચરલ હેબિટાટમાં મુક્ત કરવામાં આવશે.
11/11

દીપડાના પાંજરે પૂરવા વન વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
Published at : 29 Oct 2022 08:20 PM (IST)
આગળ જુઓ
Advertisement