
Parentings tips: બાળકને ઠપકો આપતી વખતે ભૂલથી પણ આ વાત ન કહશો નહિતો બાળક જીવનમાં નહિ થાય સફળ
માતાપિતા માટે તેમના બાળકોને ઠપકો આપવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ કેટલીકવાર તેમને ઠપકો આપતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે તેની તેમના મન પર વિપરિત અસર પડે છે..

Parentings tips: ઘણી વખત, માતાપિતા દ્વારા કહેવામાં આવેલી કેટલીક વાતો બાળકોના મન પર ખરાબ અસર કરી શકે છે, જેના કારણે તમારે પણ તેમની સાથે જીવનભર પરિણામ ભોગવવું પડી શકે છે. બાળકોને ઠપકો આપતી વખતે, આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે, જેની તેમના કૂમળા માનસ પર વિપરિત અસર થાય છે
માતાપિતા માટે તેમના બાળકોને ઠપકો આપવો એ ખૂબ જ સામાન્ય બાબત છે, પરંતુ કેટલીકવાર તેમને ઠપકો આપતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે તેની તેમના મન પર વિપરિત અસર પડે છે.. ઠપકો આપતી વખતે દુર્વ્યવહાર કરવો, અન્ય બાળકો સાથે તેમની સરખામણી કરવી, વધુ પડતી અપેક્ષાઓ રાખવી, તેમની ખામીઓને જ હાઈલાઈટ કરવી જેવી બાબતો તેમના મન અને મગજ પર નકારાત્મક અસર કરે છે.
માતા-પિતા માટે એ સમજવું જરૂરી છે કે, દરેક બાળક ટોપર અને ઓલરાઉન્ડર ન હોઈ શકે, દરેકનું આઈક્યુ લેવલ સરખું હોતું નથી. તેથી, બાળકો સાથે વાત કરતી વખતે આપણે કયા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ તે ધ્યાનમાં રાખવું જોઈએ.
કયારેય બાળકનું તુલના ન કરો
જ્યારે પણ તમે અન્ય બાળકો સાથે બાળકોની સરખામણી કરો છો, તો તેનાથી તેમનો આત્મવિશ્વાસ ઘટે છે, અન્ય બાળકો પ્રત્યે ઈર્ષ્યાની લાગણી પેદા થાય છે અને તેઓ તણાવનો શિકાર પણ બની શકે છે. આમ કરવાથી ટીનેજર્સમાં આક્રમકતા વધે છે.
બાળકને મોટિવેટ કરો
જો તમારું બાળક પરીક્ષામાં ખૂબ ખરાબ પ્રદર્શન કરે છે, તો ધ્યાન આપો, પરંતુ જો તેને યોગ્ય માર્ક્સ મળ્યા છે, તો તેને સ્વીકારો. પરંતુ અન્ય બાળકો સાથે બિલકુલ સરખામણી ન કરો. તેમને તેમની ખામીઓ ઓળખવા અને સારું પ્રદર્શન કરવા પ્રેરિત કરો.
નેગેટિવ કમાન્ડ ન આપો
બાળકોને ઠપકો આપતી વખતે, માતાપિતા ઘણીવાર કહે છે કે, તું જીવનમાં કંઈપણ કરી નહિ શકે, આનાથી બાળકમાં આત્મવિશ્વાસ ઘટે છે. તેનામાં હિનતાનો ભાવ આવે છે. બાળક પોતાની જાત માટે નેગેટિવ બની જાય છે.બાળકોની પસંદ અને ક્ષમતાઓ જાણવા માટે તેમની સાથે વાત કરો. તે મુજબ તેમને માર્ગદર્શન આપો. એ જરૂરી નથી કે તમારું બાળક અભ્યાસમાં સારું હોય, પરંતુ શક્ય છે કે તે રમતગમત, ચિત્ર, સંગીત કે નૃત્યમાં અનેક ગણું સારું હોય.
ભેદભાવ ભર્યુ વર્તન ન કરો
છોકરો હોય કે છોકરી, જો તમે તેને કોઈપણ કામ કરતા રોકવા માંગતા હોવ તો તેને તર્ક આપીને સમજાવો. તમારા શબ્દોથી છોકરીઓ છોકરાઓ કરતાં હલકી ગુણવત્તાવાળા હોય એવી છાપ ન આપવી જોઈએ. આ બાબતો બાળકના માનસ પર નકારાત્મક પ્રભાવ સર્જે છે.
Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી

