શોધખોળ કરો
Advertisement
10 લાખથી વધુની આવક હોય તેમને ઈન્કમટેક્સમાં રાહત માટે થયું અનોખું સૂચન, જાણો શું કરાઈ ભલામણ ?
આ એક સ્વૈચ્છિક સ્કીમ છે, જે અંતર્ગત 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે વાર્ષિક આવકવાળા કરદાતાઓને સ્વૈચ્છિક રીતે આ સ્કીમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
નવી દિલ્હીઃ પીએમ જનભાગીદારી અને જન ચેતના આંદોલનની વચ્ચે સીધો સંબંધ છે. SBI સમાજ અને દેશમાં લોકોની વચ્ચે આર્થિક સમાનતા લાવવા માટે એક અનોખી સ્કીમ લાગુ કરવાની ભલામણ કરી છે. એસબીઆઈએ પોતાના એક રિપોર્ટમાં કેન્દ્ર સરકારને સૂચન કર્યું છે કે, ‘એડોપ્ટ અ ફેમિલી’ એટલે કે એક પરિવારને દત્તક લેવાની સ્કીમ લાગુ કરવી જોઈએ. SBIએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે, આ સ્કીમથી માત્ર ગરીબી રેખાથી નીચે જીવતા લોકોની આર્થિક સ્થિતિ જ નહીં સુધરે પણ સાથે સાથે અર્થવ્યવસ્થામાં માગ પણ વધશે.
આ એક સ્વૈચ્છિક સ્કીમ છે, જે અંતર્ગત 10 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે વાર્ષિક આવકવાળા કરદાતાઓને સ્વૈચ્છિક રીતે આ સ્કીમ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. કરદાતાઓને એ રીતે પ્રોત્સાહિત કરવામાં આવશે કે તે એક વર્ષ માટે કોઈ BPL પરિવારને અપનાવે. કરદાતા આવા પરિવારને દર મહિને 5000 રૂપિયા આર્થિક મદદ કરે. કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત બીપીએલ પરિવારને કોઈપણ સરકારી ખર્ચ વગર આ સ્કીમ દ્વારા વાર્ષિક 60 હજાર રૂપિયાની આર્થિક મદદ મળી જશે. દેસમાં વાર્ષિક 10 લાખથી વધારે કમાણી કરનારા અંદાજે 70 લાખ કરદાતા છે. જો 10 ટકા કરદાતા પણ આ સ્કીમ સ્વૈચ્છિક રીતે અપનાવે તો દેશના અંદાજે 7 લાખ પરિવારનો આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે.
કેન્દ્ર સરકારની આ સ્કીમને પ્રોત્સાહિત કરવા માટે ટેક્સ છૂટની જોગવાઈમાં ફેરફાર કરવો જોઈએ. કરદાતાઓ દ્વારા જો 50 હજાર અથા તેનાથી વધારે રકમ બીપીએલ પરિવારને આર્થિક મદદ તરીકે આપવામાં આવે તો કેન્દ્ર સરકાર આવા કરદાતાઓને 80C અંતર્ગત છૂટ આપવામાં આવવી જોઈએ. આ જોગવાઈથી સરકારી ખજાના પર માત્ર 1050 કરોડનો ભાર પડશે જ્યારે અર્થવ્યવસ્થામાં માગ વધીને 11666 કરોડ રૂપિયા થઈ જશે. માગ વધવાથી પરોક્ષ ટેક્સ તરીકે સરકારી આવકમાં વધારો થશે. 10 લાખથી વધારે વાર્ષિક કમાણી પર 30 ટકા ટેક્સ લાગે ચે. 50000ના 30 ટકા 15 હજાર રૂપિયા થાય છે. 7 લાખ કરદાતાઓ દ્વારા 15 હજાર રૂપિયા આપવાથી કુલ ટેક્સ 1050 કરોડ રૂપિયા થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement