શોધખોળ કરો
ઇજિપ્તમાં અભ્યાસ, એકસમયે યતિ નરસિમ્હાનંદને ફેંક્યો'તો પડકાર.... કોણ છે ભડકાઉ ભાષણ આપનારા મુફ્તી સલમાન અઝહરી ? જાણો
ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત પોલીસે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયત કરી હતી

(તસવીર- એબીપી અસ્મિતા ન્યૂઝ)
1/8

Maulana Salman Azhari: ગુજરાતના જુનાગઢમાં 31 જાન્યુઆરીએ એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપનાર મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે.
2/8

ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત પોલીસે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયત કરી હતી. આ પછી તેની ધરપકડ ના થાય ત્યાં સુધી તેને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કોણ છે મૌલાના સલમાન અઝહરી.
3/8

મૌલાના સલમાન અઝહરી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઇસ્લામિક નિવેદનો સાથેના તેના વીડિયોને લાખો લોકો જોતા હોય છે. તેઓ ઉત્તર ભારતથી પશ્ચિમ ભારત સુધીના મુસ્લિમોમાં ખૂબ જ લોકપ્રિય છે.
4/8

મુફ્તી સલમાન મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના રહેવાસી છે. તે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહે છે. મુફ્તી સલમાન સુન્ની સૂફી મુસ્લિમ વિદ્વાન છે. તેણે ઇજિપ્તની રાજધાની કૈરોની અલ અઝહર યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે.
5/8

સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ લાખોમાં છે. ફેસબુક પર તેના 3.67 લાખ ફોલોઅર્સ છે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 4.93 લાખ ફોલોઅર્સ છે. એટલું જ નહીં પરંતુ યુટ્યુબ પર તેના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 4.64 લાખ છે. આ સિવાય X પર 73.5 હજાર લોકો તેને ફોલો કરી રહ્યા છે.
6/8

મુફ્તી સલમાન અઝહરી દ્વારા યુટ્યુબ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તે 'જામિયા રિયાઝુલ જન્નાહ', 'અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ' અને 'દારૂલ અમાન'ના સંસ્થાપક છે. તેમાં લખ્યું છે કે મૌલાનાના અનુયાયીઓ આખી દુનિયામાં ફેલાયેલા છે.
7/8

મુફ્તી સલમાન સૌથી પહેલા ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે ગાઝિયાબાદના ડાસના સ્થિત મંદિરના મહંત મંડલેશ્વર યતિ નરસિમ્હાનંદને આગ પર ચાલવા માટે પડકાર ફેંક્યો. આ ચેલેન્જ માટે તેને દુનિયાભરના વિદ્વાનોનો ટેકો મળ્યો.
8/8

હકીકતમાં, મૌલાનાએ જૂનાગઢમાં 31 જાન્યુઆરીએ યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી જૂનાગઢ પોલીસે મુફ્તી સલમાન અઝહરી અને સ્થાનિક આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા સામે ગુનો નોંધ્યો હતો.
Published at : 05 Feb 2024 12:56 PM (IST)
Tags :
Police Junagadh Crime News Police Fir Junagadh Crime FIR Filed Mohammad Yusuf Inflammatory Speech Junagadh News Maulana Mufti Salman Azhari Mohandas Maharaj Protest Mohandas Maharaj Asif Habib Maulana Salman Mufti Salman Azhari Maulana Salman Azhari Maulana Salman Azhari Controversy Maulana Salman Azhari Newsવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
ક્રિકેટ
ક્રાઇમ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
