શોધખોળ કરો
Gujarat Rain: બે સિસ્ટમ સક્રિય થતા આગામી આખું અઠવાડિયું વરસાદ ભુક્કા બોલાવશેઃ હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Alert: અમદાવાદ હવામાન વિભાગે આજે જાહેર કરેલી આગાહી મુજબ, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
Gujarat Weather: ગુજરાતમાં આગામી સપ્તાહ દરમિયાન વ્યાપક વરસાદની આગાહી; દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ
1/5

દક્ષિણ ગુજરાતમાં યેલો અલર્ટ: ભરૂચ, નવસારી, ડાંગ, તાપી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી સાથે યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
2/5

સૌરાષ્ટ્રમાં વરસાદ: આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદ: • અમદાવાદમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
3/5

માછીમારો માટે ચેતવણી: માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. મૌસમી પરિસ્થિતિ: ઓફશૉર ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે વરસાદની શક્યતા વધી છે.
4/5

આગામી દિવસોની આગાહી: ત્રીજા દિવસે કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટની આગાહી કરવામાં આવી છે.
5/5

અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, "વાતાવરણમાં જોવા મળી રહેલા ફેરફારોને કારણે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ અને જરૂર પડ્યે વધુ ચેતવણીઓ જાહેર કરીશું."
Published at : 01 Aug 2024 03:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
