શોધખોળ કરો
Dhoraji: ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર, રમકડાની જેમ પાણીમાં ગાડીઓ તણાઈ, તસવીરોમાં જુઓ કેવા થયા હાલ
Dhoraji: ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકાર, રમકડાની જેમ પાણીમાં ગાડીઓ તણાઈ, તસવીરોમાં જુઓ કેવા થયા હાલ

ધોરાજીમાં રમકડાની જેમ પાણીમાં ગાડીઓ તણાઈ
1/8

રાજકોટના ધોરાજીમાં બારે મેઘ ખાંગા થયા હતા. ધોરજીમાં અનરાધર વરસાદ પડ્યો છે. 10 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે. શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
2/8

બહારપુરા ખ્વાજ સાહેબ દરગાહ પાસે કારો પાણીમાં ગરકાવ તો કુંભારવાડા વિસ્તાર, રામપરા વિસ્તાર સહિત બહારપુરા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.
3/8

શાક માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે.ધોરાજીમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળે છે.
4/8

કુંભારવાડા, વડલી ચોકની ગલીઓમાં જાણે કે વરસાદી નદી વહી રહી છે. શેરીઓમાં પણ નદીઓ જતી હોય તેવી દ્રશ્યો જોવા મળે છે.
5/8

લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
6/8

નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે.
7/8

રાજકોટના ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
8/8

ધોરાજીમાં 10 ઈંચ વરસાદથી શહેરના રસ્તાઓ બેટમાં ફેરવાયા છે.
Published at : 18 Jul 2023 10:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
ગાંધીનગર
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
