Gujarat Budget: “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજના માટે સરકારે કરી 551 કરોડની મોટી જાહેરાત, વિદ્યાર્થીઓને કઇ રીતે થશે ફાયદો ?
Gujarat Budget 2025: પોતાના ચોથા અને પેપરલેસ બજેટમાં રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરતી છે

Gujarat Budget 2025: ભૂપેન્દ્ર પટેલ સરકારનું આજે બજેટ 2025-26 રજૂ થયુ છે. નાણામંત્રી કનુ દેસાઇ આ બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરી છે, જેમાં પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને ભોજન સારી ગુણવત્તાનું અને સમયસર મળી રહે તે માટે “સેન્ટ્રલાઇઝડ કીચન” યોજનાની જાહેરાત કરી છે, આ માટે નાણામંત્રીએ ૫૫૧ કરોડ રૂપિયાની જોગવાઇ કરી છે. નાણામંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ નાણામંત્રીનું ચોથુ બજેટ અને પેપરલેસ બજેટ છે.
આજે વિધાનસભા ગૃહમાં નાણામંત્રી કનુ દેસાઇએ વિકસિત ભારત 2047 ને ધ્યાનમાં રાખીને જ્ઞાન થીમ પર પોતાનું બજેટ રજૂ કર્યુ છે. પોતાના ચોથા અને પેપરલેસ બજેટમાં રાજ્યમાં પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરતી છે, વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા માટે રાજ્યમાં ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, આ માટે ૫૫૧ કરોડની જોગવાઇ કરી છે. નાણામંત્રી કનુ દેસાઇએ 3 લાખ 70 હજાર 250 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.
મંત્રી કનુભાઇ દેસાઇએ બજેટમાં અન્ય જાહેરાતો પણ કરી....
આજે બજેટમાં 10 નવી જાહેરાત કરી છે.સખી સાહસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં મહિલાઓના આત્મનિર્ભરતા માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અંબાજી મંદિરના વિકાસ માટે 180 કરોડની જોગવાઈ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે ગત વર્ષ કરતા 21 ટકા ના વધારો કરાયો છે. આ વર્ષના બજેટમાં 8200 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને ભોજન આપવા માટે સેન્ટ્રલાઈઝ કિચન માટે 551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આંગણવાડી યોજના માટે 274 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત વિરસા મુંડાની 150 મીંજનમજયંતી જન જાતીય ગૌરવ વર્ષ માટે 1100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યુ કે “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-2024થી શરૂઆત કરવામાં આવી છે. જેમાં 32,277 શાળાઓના 41 લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે. જેના માટે આ બજેટમાં કુલ ₹617 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. કનુ દેસાઈ લાલ રંગના કપડાની પોથીમાં બજેટની કોપી રાખી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. લાલ રંગના કપડા પર ગુજરાતની વિવિધ સંસ્કૃતિ પ્રદર્શિત કરાઈ છે. આદિવાસી વરલી પેઈન્ટિંગ, લાલ પોથી પર ગોલ્ડન રંગના ખાટલી ભરતથી આ સમગ્ર ચિહ્નો ઉપસાવવામાં આવ્યા છે. ગુજરાતની ઓળખ સમાન કચ્છી ભરત કામ, હસ્તકલા, ખેડૂત અને પશુપાલન, જંગલ અને મહિલાઓ માટે બજેટમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. વર્ષ 2024-25ના ખર્ચના પૂરક પત્રક રજૂ કરવામાં આવ્યું છે. સામાન્ય બજેટ પર ગૃહમાં 4 દિવસ ચર્ચા કરવામાં આવશે. મહત્ત્વનું છે કે 2024-25ના બજેટનું કદ 3 લાખ 32 હજાર 465 કરોડ હતું.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
