શોધખોળ કરો

Gift City: ગિફ્ટ સિટી બનશે 'ગ્લૉબલ ફાઇનાન્સ હબ', નવા-નવા પ્રૉજેક્ટ પર ચાલી રહ્યું છે કામ, જાણો ક્યારે દેખાશે અસર

ગિફ્ટ સિટી એક SEZ છે. તે વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એ છે કે અહીંના લોકો પગપાળા પોતાના કામ સુધી પહોંચી શકે

Dream Project of PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રૉજેક્ટ ગુજરાતના ગિફ્ટ સિટીની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)નું નિર્માણ થઈ રહ્યું છે. આ દેશનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય ફાઇનાન્સ સર્વિસ સેન્ટર છે. વર્ષ 2020 માં તેને ગ્લૉબલ ફાઇનાન્સિયલ સેન્ટર્સ ઇન્ડેક્સમાં ટોચનો ક્રમ મળ્યો. જૂન 2023 સુધીમાં 23 MNC બેંકો, 35 ફિનટેક કંપનીઓ, 2 આંતરરાષ્ટ્રીય સ્ટૉક એક્સચેન્જ અને દેશનું પ્રથમ આંતરરાષ્ટ્રીય બૂલિયન એક્સચેન્જ પણ અહીં ખુલ્યું હતું. સમયની સાથે નવી કંપનીઓ ગિફ્ટ સિટીને પોતાનું ઘર બનાવી રહી છે.

ગિફ્ટી સિટીમાં થઇ રહ્યું છે કૉમર્શિયલ, ફાઇનાન્સિયલ અને રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ 
ગિફ્ટ સિટી એક SEZ છે. તે વ્યવસાયિક, નાણાકીય અને રહેણાંક હેતુઓ માટે વિકસાવવામાં આવી રહ્યું છે. પ્રયાસ એ છે કે અહીંના લોકો પગપાળા પોતાના કામ સુધી પહોંચી શકે. તેને એરપોર્ટ, હાઇવે અને મેટ્રો સાથે કનેક્ટિવિટી પણ આપવામાં આવી છે. વિદેશી યૂનિવર્સિટીઓ પણ અહીં પોતાની ઓફિસ ખોલી રહી છે. તેને વૈશ્વિક ફાઇનાન્સ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. પીએમ મોદીએ 2017માં તેનો પાયો નાખ્યો હતો.

વિદેશી કંપનીઓએ આપ્યુ આવવા માટેનું આમંત્રણ, વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની તૈયારી 
ગિફ્ટ સિટીના અધિકારીઓએ સિંગાપોર અને ચીનની કંપનીઓને પણ અહીં આવવા આમંત્રણ આપ્યું છે. અહીં વર્લ્ડ ટ્રેડ સેન્ટર બનાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ પણ અહીં બન્યું છે. ઘણી ટેક કંપનીઓ પણ ગિફ્ટ સિટીને પોતાનું ઘર બનાવવા માંગે છે. OPS ફંડ સેવાઓને અહીં ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટર સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય ઘણી કંપનીઓ અહીં હૉટલ પણ બનાવી રહી છે.

આરઇસી લિમીટેડને મળી સબ્સિડિયરી બનાવવાની એનઓસી 
તાજેતરમાં, વિદ્યુત મંત્રાલય હેઠળની REC લિમિટેડને GIFT સિટીમાં સબસિડિયરી સ્થાપવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) તરફથી NOC પ્રાપ્ત થયું છે. REC તેના પૉર્ટફોલિયોમાં વિવિધતા લાવી રહી છે. તે વિકાસના નવા ક્ષેત્રોની પણ શોધ કરી રહી છે. તેથી તેણે ગિફ્ટ સિટી જવાનું નક્કી કર્યું છે. આ સિવાય ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ ઓફ ઇન્ડિયા (FPSBI) એ પણ GIFT સિટી સાથે કરારની જાહેરાત કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahudi Jain Tirth Scuffle : માંગરોળના ધારાસભ્ય ભગવાનજીને મહુડી મંદિરે થયો કડવો અનુભવ, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : 23 ટ્રેનો રદ્દ, અનેક ટ્રેન ડાઇવર્ટ, આખું લિસ્ટShare Market News : કારોબારી સપ્તાહના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો, જુઓ અહેવાલAhmedabad Bullet Train Gantry Accident : બુલેટ ટ્રેનની ક્રેન તૂટી , 23 ટ્રેનો રદ્દ ; મુસાફરો રઝળ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Fire:  રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Ahmedabad News :બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેઇન તૂટી પડતાં આજની આ 23 ટ્રેન કેન્સલ, જુઓ યાદી
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ફરી એક વખત થયો ઘટાડો, જાણો લેટેસ્ટ ભાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
SRH એ રાજસ્થાન રોયલ્સ તો CSK એ મુંબઈને હરાવ્યું, જાણો પોઈન્ટ ટેબલમાં શું થયો બદલાવ 
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન  તૂટી પડી ક્રેન, 23 ટ્રેન  કેન્સલ
અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, વટવામાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન તૂટી પડી ક્રેન, 23 ટ્રેન કેન્સલ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા  કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
Kunal Kamra News: એકનાથ શિંદે પર કટાક્ષ કરીને ફસાયા કામરા, હોટેલમાં શિવસેનાના કાર્યકરોએ કરી તોડફોડ
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
CSKએ જેના પર સૌથી વધુ રૂપિયા વરસાવ્યા, તેણે IPL 2025માં એન્ટ્રી સાથે જ મુંબઈના છોતરા કાઢી નાંખ્યા
Embed widget