શોધખોળ કરો
Gujarat Gram Panchayat Polls 2021: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનનો કેવો છે માહોલ, જુઓ તસવીરો

191221_r_sbx_ptn_mortgam_matdan_vo_pvmov.00_00_25_21.Still002
1/8

ગુજરાતમાં આજે 8690 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ રહી છે જેમાં કુલ 1,19,988 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. આ ચૂંટણીમાં કુલ મળીને 18197039 ગ્રામિણ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
2/8

મંગળવાર 21 ડિસેમ્બરે મત ગણતરી થશે. આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. વહેલી સવારથી જ લોકોએ સરપંચની ચૂંટણીમાં મતદાન માટે લાઈનો લગાવી છે.
3/8

હાલ રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હોવા છતાં ગ્રામિણ વિસ્તારોમાં લોકો ગરમ કપડાં પહેરીને મતદાન મથકો પર ઉમટી પડ્યા છે.
4/8

રાજ્યમાં અનેક ગામડાઓમાં મતદાન મથક બહાર લોકોએ વોટિંગ કરવા લાઈનો લગાવી છે.
5/8

સૌરાષ્ટ્રમાં ઘણા ગામડામાં બહારગામ રહેતાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા કારથી માંડીને લકઝરી બસોની ય વ્યવસ્થા કરવામાં આવી છે.
6/8

ગુજરાતમાં કુલ 10,812 ગ્રામ પંચાયતોમાં 10,221 સરપંચ અને 89049 સભ્ય માટે ચૂંટણીઓ યોજાઇ રહી છે. જોકે, 1165 પંચાયતો સંપૂર્ણ બિનહરીફ જાહેર કરાઇ છે. આ ઉપરાંત 1165 સરપંચ અને 9613 સભ્યોને બિનહરીફ થયા છે. 473 સરપંચ અને 27479 સભ્યોને ય અંશત બિનહરીફ જાહેર કરી દેવાયા છે.
7/8

મહિલા મતદારોમાં મતદાનને લઈ વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
8/8

અરવલ્લીમાં ચૂંટણી ફરજ દરમિયાન શિક્ષક દિનેશ પરમારનું નિધન થયું છે. શામળાજી પાસેના નવા વેણપુરમાં મતદાન મથકમાં તેઓ ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમને હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેઓ મલેકપુર પ્રાથમિક શાળાના આચાર્ય તરીકેની ફરજ બજાવતા હતા.
Published at : 19 Dec 2021 10:54 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
