Lok sabha 2024 જામનગર, અમરેલી બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર નક્કી, આ મહિલા નેતાના નામ પર લાગી મહોર
લોકસભાની ચૂંટણીને લઇને હજુ કેટલીક બેઠક પર ઉમેદવારના નામને લઇને મંથન ચાલી રહ્યું છે. આજે જામનગર, અમરેલી બેઠક પર કોંગ્રેસે બે ઉમેદવારના નામ પર મહોર લગાવી છે.
Lok Sabha 2024: લોકસભામાં ચૂંટણીને લઇને ગુજરાતની 26 બેઠકમાં કેટલીક બેઠકોને લઇને હવે ઉમેદવારના નામની યાદી બહાર આવી રહી છે. કાલે કોંગ્રેસે 10 બેઠક પણ ઉમેદવાની નામ લગભગ નક્કી કર્યાના અહેવાલ સામે આવ્યાં હતા. અમરેલી બેઠક માટે ઠુમ્મરને કોંગ્રેસે મેદાને ઉતારવાનું નકકી કર્યું છે. તો જામનગરથી જે.પી.મારવીયાને કોંગ્રેસે ટિકિટ આપવાનું નક્કી કર્યું છે. હાઈકમાંડનો ફોન આવતા જેની ઠુમ્મર પરિવારે ટિકિટ મળતા ઉજવણી કરી હતી. જેની ઠુમ્મરનું મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી હતી. ભાજપે હજુ અમરેલીની બેઠક પર ઉમેદવારના નામ પર સસ્પેન્સ યથાવત રાખ્યું છે. જો કે જેની ઠુમ્મરને ટિકિટની સત્તાવાર જાહેરાત બાકી છે. અમરેલીથી ભાજપ પણ મહિલા ઉમેદવાર ઉતારે તેવી શક્યતા જોવાઇ રહી છે. અમરેલીમાં ભાજપ ગીતાબેન સંઘાણીને મેદાને ઉતારે તેવી શકયતાઓ જોવાઇ રહી છે.
કોણ છે જેની ઠુમ્મર
જેની ઠુમ્મર વીરજી ઠુમ્મરના પુત્રી છે, તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે, જેની ઠુમ્મર શિક્ષિત મહિલા નેતા છે. જેની ઠુમ્મર લેઉવા પાટીદાર સમાજની દિકરી છે. ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરાઈ હતી.તેઓ હાલ કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી તરીકે હતા. 2015-2018 તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
ગુજરાતમાં આ 10 બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારો નક્કી, કોના-કોના નામ છે લિસ્ટમાં, જાણો
લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 10 ઉમેદવારોના નામ લગભગ નક્કી કરી દીધા છે. સુત્રો દ્રારા મળતી માહિતી મુજબ આ 10 નામો પર મહોર લાગી છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને કોંગ્રેસ મેદાને ઉતરાશે. આણંદથી ભાજપના મિતેષ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને ઉતારશે. સાબરકાંઠા બેઠકથી ભીખાજી ઠાકોર સામે ડૉ. તુષાર ચૌધરીને ટિકિટ લગભગ નક્કી છે. છોટાઉદેપુર લોકસભા બેઠકથી સુખરામ રાઠવાને કોંગ્રેસ મેદાને ઉતારી તેવી શક્યતાએ જોર પકડ્યું છે. કોંગ્રેસ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ આપી શકે છે. દાહોદ બેઠકથી પ્રભાબેન તાવિયાડને કોંગ્રેસ ઉમેદવાર બનાવે તે લગભગ નક્કી છે.ખેડા બેઠકથી કાળુસિંહ ડાભીને કોંગ્રેસ મેદાને ઉતારશે. પાટણ લોકસભા બેઠકથી ચંદનજી ઠાકોરની કોંગ્રેસની ટિકિટ નક્કી હોવાનું મનાયું રહ્યું છે.
વિધાનસસભાની પેટાચૂંટણીમાં આ બેઠક પર AAP-કૉંગ્રેસ ગઠબંધનની શકયતા, જાણો ડિટેલ
ગુજરાત વિધાનસભાની 5 ખાલી પડેલી બેઠકોને લઈ ચૂંટણી પંચે તારીખોની જાહેરાત કરી દીધી છે. 5 ખાલી પડેલી બેઠક પર ચૂંટણી 7 મેના રોજ યોજાશે. પેટા ચૂંટણીમાં કોંગ્રસ અને આમ આદમી પાર્ટી સંયુક્ત રીતે લડે તેવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. બંને પાર્ટી વચ્ચે બેઠક યોજાઇ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 5 પૈકી બે બેઠકની આમ આદમી પાર્ટીએ માગ કરી છે. વાઘોડીયા અને માણાવદર બેઠક ફાળવવા AAPએ માગણી કરી છે. આગામી બે દિવસમાં ગઠબંધન મુદ્દે નિર્ણય લેવાઇ શકે છે. આ મામલે બંને પક્ષ વચ્ચે બેઠક મળી હતી. લોકસભા માટે પણ હજુ વધુ બે બેઠકની AAPએ માંગણી કરી છે. ઉલ્લેખનિય છે કે 26 પૈકીમાંથી 2 બેઠક ગઠબંધન ગઠબંધન અંતર્ગત AAPને ફળવાઇ છે. બાકીની બેઠક દાહોદ, સુરત, જૂનાગઢ લોકસભા બેઠક પર પરોક્ષ ગઠબંધનની ચર્ચા છે.