Gujarat Hooch Tragedy Update: લઠ્ઠાકાંડમાં પિતા ગુમાવનારા બાળકોની વ્હારે આવ્યા કોંગ્રેસના આ નેતા, જાણો વિગત
Hooch Tragedy Update:અમિત ચાવડાએ રોજિદ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાળકોને શિક્ષણ ઉપરાંત રહેવા અને જમવાની વ્યવસ્થા પોતાની શૈક્ષણિક સંસ્થામાં કરવાનું વચન આપ્યું હતું.
Gujarat Hooch Tragedy Update: અમદાવાદના ધંધૂકા અને બોટાદના બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડની વહારે કોંગ્રેસ નતા અમિત ચાવડા આવ્યા છે. તેમણે પિતા ગુમાવનાર બાળકોના શિક્ષણની જવાબદારી ઉપાડી છે.તમામ બાળકોને ધો.1થી 12 સુધીના અભ્યાસની જવાબદારી અમિત ચાવડાએ ઉપાડી છે.
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ રોજિદ ગામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે બાળકોને શિક્ષણ ઉપરાંત રહેવા અને જમવાની વ્યવસ્થા પોતાની શૈક્ષણિક સંસ્થામાં કરવાનું વચન આપ્યું હતું.
બુટલેગરોને દારૂના ધંધામાંથી બહાર લાવવાનો કરાશે પ્રયાસ
ધંધુકા અને બરવાળાની લઠ્ઠાંકાડની ઘટનામાં અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં દેશી દારૂનું મોટુ નેટવર્ક ઉપરાંત, ખુબ મોટા પ્રમાણમાં લોકો દારૂના બંધાણી પણ મળી આવ્યા છે. જેથી ભવિષ્યમાં પણ ફરીથી લઠ્ઠાકાંડની ઘટનાની બની શકે તેવી શક્યતાઓ વધી જાય છે. જે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગે આગામી દિવસોમાં આ બાબતને લઇને કેટલાંક મહત્વના નિર્ણયો લીધા છે. જેમાં કેટલાંક બુટલેગરોએ દારૂના ધંધાને કામય માટે છોડીને અન્ય ધંધા રોજગાર કરવા માટે તૈયારીઓ દર્શાવી છે. જેથી સુરક્ષા સેતુ પ્રોજેક્ટ અંતર્ગત નવા ધંધા રોજગારની તાલીમ અને નાણાંકીય સહાય મળી શકશે. આ ઉપરાંત, દારૂના બંધાણીઓ પણ દારૂ છોડી શકે તે માટે પણ પોલીસ વિભાગે પણ કેટલાંક આયાજન કર્યા છે. જેમાં દારૂ છોડવા માટે કાઉન્સીલીંગ મળી શકશે. આ માટે પોલીસ ગામના સરંપચો અને સ્થાનિક અગ્રણીઓની મદદ લેશે. જેમાં ગામના સરપંચ ગામમાં રહેતા દારૂના બંધાણીઓને વિશ્વાસમાં લઇને તેમને સારવાર કરાવશે તેમજ કાઉન્સીલીંગ કરાવશે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાંથી દારૂના દુષણ દુર કરવા માટે અડ્ડાઓ બંધ થાય તે માટે દારૂના ધંધા બંધ રહે તે માટે પણ પોલીસને બાતમી આપીને બુટલેગરોને દારૂના ધંધાને બદલે અન્ય રોજગાર ધંધામાં જોડાવવા માટે પ્રયત્ન કરશે.
આ પણ વાંચો
Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)